layout | title | description | date | image | tags | business | ||
---|---|---|---|---|---|---|---|---|
blog |
4 એકો AePS સર્વિસીઝ દરેક રિટેલર તેમના ગ્રાહકોને પૂરી પાડી શકે |
એકોની AePS દ્વારા રિટેલર્સને તેમની દુકાનને એટીએમમાં તબદિલ કરીને તેમના ગ્રાહકોને મિનિ બેન્કિંગ સેવાઓ ઓફર કરવામાં મદદ મળે છે જેમાં રોકડ જમા, રોકડ ઉપાડ અને બેલેન્સ ઇન્કવાયરી વગેરેનો સમાવેશ થાય છે |
2020-09-17 |
/assets/img/blog/4-aeps-services-gujarati.png |
|
retail |
એકો ઇન્ડિયા ફાઇનાન્સિયલ સર્વિસીઝ પ્રા.લિ.ની સ્થાપના 2006ની સાલમાંથી અભિનવ સિંહા અને શ્રી અભિષેક સિંહાએ કરી હતી જેનો ઉદ્દેશ ભારતમાં જ્યાં બેન્ક નથી એવા ક્ષેત્રોમાં 24*7 બેન્કિંગ સેવાને પહોંચપાત્ર બનાવવાનું સુનિશ્ચિત કરવાનો છે. એકો ભારતમાં સૌથી મોટી બેંકો સાથે ભાગીદારીમાં કામ કરીને તેમની બેન્કિંગ સેવાઓ સુધી ઝડપી પહોંચ પૂરી પાડે છે. AePS તથા અન્ય સંલગ્ન સેવાઓની વિશાળ રેન્જ પૂરી પાડવા એકો સાથે ભાગીદારી કરીને ડિજિટલ ઇન્ડિયાનો હિસ્સો બનવા રિટેલર્સનું સશક્તિકરણ કરાય છે.
આધાર એનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ (AEPS) ગ્રાહકોને બેંક સુધી ગયા વિના જ પાયાગત બેન્કિંગ અને નોન-બેન્કિંગ વ્યવહારો પાર પાડવાની અનુમતિ આપે છે. બેન્ક વિહોણા સેક્ટર AePS દ્વારા તેમના સૌથી નજીકના રિટેલ સ્ટોર ખાતેથી પાયાગત બેન્કિંગ વ્યવહારો કરી શકે છે. તેમનો આધાર નંબર અને ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીને, ગ્રાહકો કોઇપણ બેંક કે એટીએમ સુધી ગયા વિના વ્યવહારો કરી શકે છે.
શહેરી વિસ્તારો કે જ્યાં બેંકો અને એટીએમ તમને ઘરો અને ઓફિસની નજીકમાં જ મળી જાય છે તેથી વિપરીત ગ્રામિણ વિસ્તારોમાં બેન્કિંગ સેવાઓ સુધી ઝડપી પહોંચ પ્રાપ્ત થઇ શકતી નથી. આવા વિસ્તારોમાં, સ્થાનિક રિટેલર્સ જેવા કે અનાજ-કરિયાણાની દુકાનો, દવાની દુકાન અથવા મોબાઇલ રિચાર્જના વેપારી એકો સાથે ભાગીદારી કરીને મિનિ બેન્કિંગ સેવાઓ પૂરી પાડી શકે છે.
એકોની AePS દ્વારા રિટેલર્સને તેમની દુકાનને એટીએમમાં તબદિલ કરીને તેમના ગ્રાહકોને મિનિ બેન્કિંગ સેવાઓ ઓફર કરવામાં મદદ મળે છે જેમાં રોકડ જમા, રોકડ ઉપાડ અને બેલેન્સ ઇન્કવાયરી વગેરેનો સમાવેશ થાય છે.
એકોની AePS સર્વિસીઝ થકી, રિટેલર્સ તેમના ગ્રાહકોને મિનિ બેન્કિંગ સેવા પૂરી પાડી શકે છે. એકો AePSનો ઉપયોગ કરીને કોઇ પણ ખાસ ઔપચારિકતા વિના રોકડ જમા કરાવવા બેન્ક વિહોણા ગ્રાહકોને સુવિધા આપે છે. આધારથી લાગુ થતી સેવા હોવાને કારણે, કોઇ પણ ગ્રાહકે રોકડ જમા કરાવવા માટે ફક્ત તેમનો આધાર નંબર અને ફિંગરપ્રીન્ટ જ આપવાના રહે છે. બેન્ક વિહોણા ગ્રામિણ વિસ્તારોમાં રિટેલર્સ આવી મૂલ્ય-વર્ધિત સેવાઓ પૂરી પાડીને વધુ વોક-ઇન્સને પ્રોત્સાહિત કરી શકે છે.
રિટેલર્સ આ સુવિધાનો ઉપયોગ કરીને ગ્રાહકોને એકોના AePS કેશઆઉટ વિકલ્પ દ્વારા રોકડ ઉપાડવાની અનુમતિ આપી શકે છે. એકો કનેક્ટ દ્વારા રોકડ ઉપાડવાની પ્રક્રિયા અત્યંત સરળ છે. કારણ કે તેના વેરિફિકેશન માટે ફક્ત ગ્રાહકના આધાર નંબર અને ફિંગરપ્રિન્ટની જ જરૂર છે.
રિટેલર્સ આ સુવિધાનો ઉપયોગ કરીને ગ્રાહકોને એકોના સેન્ડ કેશ વિકલ્પ થકી એકો કનેક્ટનો ઉપયોગ કરીને નાણાંની ટ્રાન્સફર માટે અનુમતિ આપી શકે છે. AePS હેઠળના અન્ય દરેક વ્યવહારની જેમ, ઘરેલુ નાણાંની ટ્રાન્સફર સરળ અને અસરકારક રીતે થાય છે જેના થકી ગ્રાહકોને તેમના આધાર નંબર અને ફિંગરપ્રિન્ટ દ્વારા નાણાંની ટ્રાન્સફર માટે અનુમતિ અપાય છે.
રિટેલર્સ ગ્રાહકોને AePS વિકલ્પને પસંદ કરીને તેમના ખાતામાં ઉપલબ્ધ બેલેન્સની ચકાસણીમાં પણ મદદ કરી શકે છે. ગ્રાહકો પાસે હવે મિનિ સ્ટેટમેન્ટને ડાઉનલોડ અથવા પ્રિન્ટ કરવાનો વિકલ્પ રહેશે જેથી તેઓ ચોક્કસ તારીખે પોતાના ખાતાની વિગતોનો ટ્રેક રાખી શકશે.
એકો કનેક્ટ સાથે નોંધાયેલા રિટેલર્સ એકો દ્વારા કરાયેલા દરેક વ્યવહાર માટે સારું કમિશન મેળવી શકે છે. ઇન્સ્ટન્ટ ઓનબોર્ડિંગ અને એજ-દિવસે સમાધાન થકી, એકોની AePSએ રિટેલર્સ માટે નિયમિત ગ્રાહકો મેળવવા અને વધુ આવક રળવા માટેની અદભૂત રીત છે.
તદુપરાંત, અમારા બધા એકો ભાગીદારો ડિજિટલ ઇન્ડિયાનો હિસ્સો બનીને, બેન્ક વિહોણા ગ્રામિણ વિસ્તારોમાં રહેતા લોકોને સશક્ત બનાવીને આરામદાયક રીતે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવા સક્ષમ બનાવે છે. એકો સાથે રિટેલર્સ સરકારને પણ તેના નાણાકીય સમ્મિલિતતા અને પ્રધાનમંત્રી જન ધન યોજના (પીએમજેડીવાય) માં સહાયરૂપ થાય છે જેનો ઉદ્દેશ હૂંડિયામણ, વીમા, ધિરાણ, પેન્શન વગેરે સહિતની નાણાકીય સેવાઓ સુધી પોષાય તેવા ખર્ચે પહોંચ પૂરી પાડવાનો છે.
એકોએ રિટેલર્સ તથા બેન્ક વિહોણા લોકો જે રીતે રોકડ વ્યવહાર કરે છે તેમાં અગાઉથી જ તફાવતનું સર્જન કર્યું છે. તેણે રિટેલર્સને વધારાની આવક રળવા સક્ષમ બનાવ્યા છે. આ પાયાગત બેન્કિંગ પ્રવૃત્તિઓ ઉપરાંત રિટેલર્સ હવે એકોનો વીજળીના બિલ, પાણીના બિલ વગેરે જેવા વપરાશના બિલની ચૂકવણી કરવા માટે પણ ઉપયોગ કરી શકે છે.
અત્યારે જ ભારતની સૌથી વિશ્વાસપાત્ર નાણાકીય સેવાઓમાં જોડાવો અને ડિજિટલ ઇન્ડિયાનો હિસ્સો બનો. એકોની AePS થકી વધુ આવક રળવા માટે તમારા દરવાજાને ધક્કો મારીને ખોલો. તમારા ગ્રાહકોને AePS સેવાઓ પૂરી પાડવાનું શરૂ કરવા એકો કનેક્ટ તાત્કાલિક ડાઉનલોડ કરીને કનેક્ટ કરો. વધુ વિગતો માટે, કૃપા કરીને 844844380 પર કોલ કરો અથવા https://eko.in/products/aadhaar-banking પર ચકાસણી કરો.